પૂના ગ્રામપંચાયત ખાતે ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન સભા યોજાઈ ​

SHARE:

પૂના ગ્રામપંચાયત ખાતે ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન સભા યોજાઈ
​

આત્મા (ATMA) પ્રોજેક્ટ અંતર્ગત પૂના ગ્રામપંચાયત ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને વિવિધ ખેતી વિષયક સરકારી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
​આ મિટિંગમાં ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ વપરાશથી જમીન તેમજ આરોગ્ય પર થતી વિપરીત અસરો વિશે સમજાવવામાં આવ્યું હતું. સાથે જ, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાસભર ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કૃષિ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મળવાપાત્ર સહાય વિશે ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
​આ કાર્યક્રમમાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર ટ્વિશા પટેલ, બ્લોક ટેકનોલોજી મેનેજર (આત્મા) સંતોષભાઈ વિજયભાઈ પટેલ, કમ્યુનિટી રિસોર્સ પર્સન હિતેશભાઈ એચ. પટેલ તેમજ કૃષિ સખી લીનાબેન એમ. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો તથા ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
​મિટિંગમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ હાજરી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!