મહુવરીયા ગામે પલ્સરચાલકે આધેડને અડફેટે લેતાં મોત.

SHARE:

મહુવરીયા ગામે પલ્સરચાલકે આધેડને અડફેટે લેતાં મોત
મહુવરીયા-ડોલવણ રોડ પર અકસ્માત, અજાણ્યા બાઇકચાલક સામે અનાવલ પોલીસમાં ગુનો
અંબિકા | અંબિકા તાલુકાના મહુવરીયા ગામની સીમમાંથી પસાર થતા મહુવરીયા-ડોલવણ રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવવામાં આવેલી પલ્સર મોટરસાઇકલના ચાલકે આધેડને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આધેડને ચહેરા તથા જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અનાવલ પોલીસે અજાણ્યા પલ્સરચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, તા. 10 ઓગસ્ટની રાત્રે મહુવરીયા ગામના રહેવાસી લાલસિંગભાઇ સોમાભાઇ પટેલ (ઉં.વ. 58) મહુવરીયા-ડોલવણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન GJ-19-AQ-9554 નંબરની પલ્સર મોટરસાઇકલના અજાણ્યા ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી લાવી તેમને અડફેટે લીધા હતા.
અકસ્માત આધેડને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ પલ્સરચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ફરિયાદના આધારે અનાવલ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર બાઇકચાલકની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!