મહુડી ગામે પૂર્ણા નદીના ચેકડેમમાં ન્હાવા પડ્યું ભારે સુરતના 21 વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત

SHARE:

મહુડી ગામે પૂર્ણા નદીના ચેકડેમમાં ન્હાવા પડ્યું ભારે, સુરતના 21 વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત
મહુવા: મહુવા તાલુકાના મહુડી ગામની સીમમાં પૂર્ણા નદી પર આવેલા ચેકડેમમાં ન્હાવા દરમિયાન સુરતના 21 વર્ષીય યુવકનું ડૂબી જતાં કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સાંઈનાથ સોસાયટીમાં રહેતો યશવીરસિંહ હરિકુમાર સિંહ (ઉ.વ. 21) પોતાના મિત્રો સાથે મહુવા તાલુકાના મહુડી ગામની સીમમાં આવેલા પૂર્ણા નદીના ચેકડેમ પર ફરવા આવ્યો હતો. સોમવારે બપોરે આશરે 12 વાગ્યાના સમયે તે ચેકડેમમાં ન્હાવા માટે પાણીમાં ઉતર્યો હતો.
દરમિયાન પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રો અને સ્થાનિકોએ બચાવના પ્રયાસો કર્યા હતા, પરંતુ પાણીના વધુ પ્રવાહને કારણે સફળતા મળી નહોતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. યુવકને બહાર કાઢી સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મહુવા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!