સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંબિકા તાલુકામાં વરસાદ જાણો કેટલો પડ્યો વરસાદ?

SHARE:

સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંબિકા તાલુકામાં વરસાદ જાણો કેટલો પડ્યો વરસાદ?

સુરત જિલ્લામાં વરસાદની મેઘમહેર

કામરેજ તાલુકામાં સાંજના ૦૬.૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૧૬.૧૨ ઇંચ વરસાદ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ

સુરત જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ૨૩.૯૧ ઇંચ વરસાદ નોંધાયો: સૌથી વધુ અંબિકા તાલુકામાં ૩૯.૧૨ ઇંચ અને સૌથી ઓછો માંડવીમાં ૧૦.૭૬ ઇંચ

દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર-જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાની જબરદસ્ત બેટિંગ ચાલી રહી છે. જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
સમગ્ર જિલ્લામાં સવારે ૦૬.૦૦ થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૪ થી ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કામરેજમાં ૪૦૩ મિમી(૧૬.૧૨ ઇંચ) અને સૌથી ઓછો ઉમરપાડામાં માત્ર ૧૯ મિમી વરસાદ નોંધાયો છે.
જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, સુરત શહેરમાં ૩૧૧ મિમી, પલસાણામાં ૩૫૭ મિમી, બારડોલીમાં ૧૯૧ મિમી, ઓલપાડમાં ૩૭ મિમી, ચોર્યાસીમાં ૮૩ મિમી, માંગરોળમાં ૨૪ મિમી, માંડવીમાં ૪૬ મિમી, મહુવામાં ૧૯૯ મિમી, અરેઠમાં ૩૮ મિમી અને અંબિકામાં ૧૭૩ મિમી સાથે સુરત જિલ્લામાં આજે કુલ ૧૫૬.૭૫ મિમી વરસાદ નોંધાયો હતો.
આ સાથે જ સુરતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૫૯૭.૯૨ મિમી (૨૩.૯૧ ઇંચ) વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ અંબિકા તાલુકામાં ૯૭૮ મિમી (૩૯.૧૨ ઇંચ) અને સૌથી ઓછો માંડવીમાં ૨૬૯ મિમી (૧૦.૭૬ ઇંચ) વરસાદ નોંધાયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!