પુના ગામે વિજપોલ નાખતા ગેસ લાઇનમાં ભંગાણ મોટી દુર્ઘટના ટડી
પુના ગામે ગેસ લાઈનમાં ભંગાણ મોટી દુર્ઘટના ટડી.
દક્ષિણ ગુજરાત વીજ કંપની વીજ પોલ ઉભા કરાતા સર્જાયુ ભંગાણ

અંબિકા તાલુકાના પુના ગામે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા લીકેજ થતાં ગેસ લાઈનના સૂસવાટા એ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા.પુના ગામે આશ્રમ શાળામાં વીજ પોલ નાંખવાનું કામ ચાલી રહ્યું હતું તે સમય દરમ્યાન વીજપોલ ઉભી કરતી એજન્સી ની ઘોર બેદરકારીએ ચાલુ ગેસ લાઈનના પાઇપ ને તોડી નાખતા સૂસવાટા ભેર ગેસ બહાર નીકળવા લાગ્યો હતો.અદાણીની ગેસ લાઈનમાં સર્જાયે ભંગાણ લગભગ પાંચેક વાગ્યાના અરસામાં સર્જાયું હતું ત્યારે બાટલાની અછત વચ્ચે મહિલાઓ ભારે અકળાયા હતા.જોકે ફરિયાદ બાદ લગભગ પાંચ કલાક જેટલો સમય ગેસ લાઈન ને ચાલુ કરવામાં લાગ્યો હતો અને ગેસ લાઈન રાત્રીના લગભગ 9 વાગ્યા ના આસપાસ ચાલુ થઈ હતી સર્જાયેલા અકસ્માત બાદ બામણિયા સબ
ડીવીઝન ના જવાબદાર અધિકારીઓ ફરકયા શુધ્ધા ના હતા અને કોન્ટ્રાકટ પર કામ કરતી એજન્સી ના માણસો પણ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.અદાણી ગેસ કંપની ની ગેસ લાઈનો વધુ ઉંડાણ માં ના હોવાથી વારંવાર દુર્ઘટના સર્જાય રહી છે તો બીજી તરફ અદાણી ગેસ અને વીજ કંપની ની બેદરકારીઓ સામે આમ જનતા પીસાઈ રહી છે.





