Traffic Tail

સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું: તા.૨૬ એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

SHARE:

સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું: તા.૨૬ એપ્રિલ સુધી અરજી કરી શકાશે.

સુરત જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લઇ શકે તે ઉદ્દેશથી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું રહેશે. જેમાં આંબા-જામફળમાં, કેળ(ટીસ્યુ), પપૈયા-ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ક્રોપ કવર/બેગ(કેળ/પપૈયા પાક માટે), સરગવાની ખેતીમાં સહાય, ખેતર પરના ગ્રેડીંગ,શોર્ટીંગ-પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કમલમ ફળપાકની ખેતીમાં સહાય, કોમ્પ્રિહેંસીવ હોર્ટિકલચર ડેવેલેપમેન્ટ, ફળ પાક પ્લા. મટી. ફળ પાક પ્લા. મટી.-વનબંધુ, બાગાયતી પાકોના નવા પ્રોસેસિંગ યુનિટ, ડિસ્ટિલેશન યુનિટ, કોલ્ડ ચેઈન- વીજદર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, માલ્ચિંગ(આચ્છાદન), પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો(વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ)સહાય મેળવવા માટે અરજી કરી શકાશે.
આ યોજનાઓનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં સવારના ૧૧.૦૦થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અની નકલ,આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સમયસર અરજી કરવી.
આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધાયેલા તેમજ નવી નોંધણી કરનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટીકેશન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ ખેડૂતોએ અરજીમાં જણાવેલા અગત્યના દસ્તાવેજો અપલોડ કરી મંજુર અરજીની પ્રિન્ટ સાથે રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે. ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in .સાઇટ પર કરી શકાય છે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે,ઓલપાડી મહોલ્લો,અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, સુરતની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!