ટ્રેકટર ના થયા બે ભાગ ડમ્પર ખાબકયું ખાઈમાં..
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બીલખડી ગામે રહેતા અંકુરભાઈ ગરાસીયાનુ ટ્રેકટર લઈ ચાલક અને ક્લિનર ટ્રેકટર લઈ તા-10/10/2023ને મંગળવારના રોજ રાત્રીના 12 વાગ્યાના અરસામાં ટ્રેલરમા પાઉડર ભરી બીલખડી ગામે આવી રહ્યા હતા.
તે દરમિયાન ખરવાણ ગામની સીમમાં રેતી ભરી પુરપાટ ઝડપે દોડતુ હાઈવા ડમ્પર ( GJ-15-AT-9475)ના ચાલકે પોતાના કબ્જાનું વાહન ગફળતભરી રીતે હંકારી સામેથી આવતા ટ્રેકટરને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમા ડમ્પર ટ્રેકટર સાથે અથડાતા ટ્રેકટરના બે ભાગ થઈ ગયા હતા જ્યારે ડમ્પર રોડની સાઈડે ઉતરી પલટી ગયુ હતુ.આ અકસ્માતમાં ટ્રેકટર ચાલક અને ક્લિનર ઘવાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.અકસ્માતને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો રાત્રી દરમિયાન ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માર્ગમાંથી બે ભાગમાં વહેંચાયેલ ટ્રેકટરને દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.






