સિમેન્ટના વીજપોલ સાથે બાઇક અથડાતા સાંબાના યુવકનું મોત

અનાવલ : સુરત જિલ્લાના અંબિકા તાલુકાના સાંબા-વલવાડા રોડ પર સિમેન્ટના થાંભલા સાથે બાઇક અથડાતા એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મૃતકની માતાએ મુકવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ અંબિકા તાલુકાના સાંબા ગામના રહેવાસી 23 વર્ષીય કુંજનકુમાર ઉર્ફે બિટ્ટુ દિનેશભાઈ પટેલ પોતાની હીરો કંપનીની મોટરસાયકલ લઈને સાંબા-વલવાડા રોડ વલવાડા ગામની સીમમાં અંબિકા ફળિયામાં નહેરા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તા બાજુમાં આવેલા સિમેન્ટના થાંભલા સાથે બાઇક અથડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.તો પાછળ બેસેલ મૃતકની માતાને ઈજાઓ થઇ હતી.
આ બનાવ અંગે મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





