Traffic Tail

સુરત શહેરમાં હથિયારબંધીનો અમલ જારી

SHARE:

સુરત શહેરમાં હથિયારબંધીનો અમલ જારી

સુરત શહેર કમિશ્નરેટ હેઠળ આવતા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને સુરત કમિશ્નર હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલૌતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તાત્કાલિક અસરથી તા.૨૭/૦૩/૨૦૨૬ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, બંદુક, છરા, લાકડી, પથ્થરો, સ્ફોટક પદાર્થો કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!