Traffic Tail

મહુવરીયાગામે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી,હત્યાની આશંકા

SHARE:

મહુવરીયાગામે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી,હત્યાની આશંકા

અંબિકા તાલુકાના મહુવરીયા ગામે ખેતરમાં શંકાસ્પદ હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી,

ગળામાં કાપડનો પટ્ટો હોવાથી હત્યાની આશંકા

સુરત જિલ્લાના અંબિકા તાલુકાના મહુવરીયા ગામની સીમમાં ભાત રોપણીના ખેતરમાં અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના ગળામાં કાપડનો પટ્ટો બંધાયેલો જોવા મળતા હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મળતી માહિતી મુજબ મહુવરીયા ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરની બાજુમાં આવેલા ભાત રોપણીના ખેતરમાં અંદાજે ૪૦ થી ૪૫ વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મહુવા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મધ્યમ બાંધાનો હોવાનું જણાયું છે તેમજ કમરના ભાગે કાળા રંગની ચડ્ડી પહેરેલી હતી અને ગળાના ભાગે કાપડનો પટ્ટો બંધાયેલો જોવા મળ્યો હતો. માથાના ભાગે ટૂંકા કાળા વાળ હોવાનું પણ નોંધાયું છે. આ બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ ઘટનાના સાચા કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!