રાજ્યમાં 10,288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં….
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ 2025-26માં 10,288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6,319 અને વર્ષ 2025માં 4,781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે…
તેમણે ઉમેર્યું કે, વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે…





