શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે સન્માન સમારંભ તથા વિદાય સમારંભ યોજાયો.
અંબિકા તાલુકાના વલવાડા ખાતે આવેલ શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા ખાતે સંસ્થાના માજી ખજાનચી બીપીનચંદ્ર ભટ્ટ નો સન્માન સમારંભ તથા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો શુભેચ્છા તથા વિદાય સમારંભ શાળાના વાતાનુફુલિત હોલમાં યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સતિષભાઈ પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું.તેમજ માજી ખજાનચી સાથે ના ભૂતકાળ ની વાતો વાગોળી હતી.ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી દ્વારા પણ વિદ્યાર્થીઓ દ્વારા કરેલ જમા રકમથી શાળા ને ભેટ અપાઈ હતી.હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમ બાદ સંસ્થાના કારોબારી ની સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં ગતસભા ના કરેલ ઠરાવ નું વાંચન તેમજ એજન્ડા મુજબ ના હિસાબો અને કામો અંગે સર્વાંનુમતે બહાલી આપવામાં આવી હતી અને આ સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.



