મહુવા પૂર્ણાં નદીના પુલ ઉપર કારમાં ઝડપાયો વિદેશીદારુ અને આરોપી….?

SHARE:

મહુવા પૂર્ણાં નદીના પુલ ઉપર કારમાં ઝડપાયો વિદેશીદારુ અને આરોપી….?

 

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે મહુવા તાલુકાના પૂર્ણા નદીના બ્રિજ પર વોચ ગોઠવી એક સફેદ રંગની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 3,42,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
​પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને એસ.પી. રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અ.હે.કો. નિલેશભાઈ અને અ.હે.કો. નાગજીભાઈને સચોટ બાતમી મળી હતી કે, સેલવાસથી વિદેશી દારૂ ભરીને એક વેગનઆર કાર ( MH-02-FX-8599) નવસારી થઈ બારડોલી તરફ જઈ રહી છે.જે બાતમી આધારે પોલીસે પૂર્ણા નદીના બ્રિજ પર નાકાબંધી કરી વોચમાં બેઠા હતા.તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ​કાર ચાલક અમિતભાઈ ચૌધરી (રહે. બાબેનગામ, હળપતિવાસ, તા. બારડોલી)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપનાર અશોક (રહે. તાતીથૈયા, તા. પલસાણા) અને દારૂ મંગાવનાર સરોજ લલ્લન યાદવ (રહે. ચલથાણ, તા. પલસાણા) ને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!