Traffic Tail

ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે 15 જેટલા નવા પંચાયત ઘરના ખાતમુહૂર્ત કરાયા.

SHARE:

ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાના વરદ હસ્તે 15 જેટલા નવા પંચાયત ઘરના ખાતમુહૂર્ત કરાયા.

મહુવા 170 વિધાનસભાના મહુવા તેમજ અંબિકા તાલુકામાં લાખોના ખર્ચે કુલ 15 જેટલા નવા પંચાયત ઘરો બનશે.


મહુવા 170 વિધાનસભા ની વિકાસગાથા માં વધુ એક શોભા વધારતા વિકાસ ને વેગ મળ્યો છે મહુવા તેમજ નવનિયુક્ત અંબિકા તાલુકામાં કુલ 15 ગામોમાં નવા પંચાયત ઘરો નિર્માણ થનાર છે.જે કામોની મંજૂરી મળતા જ મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ધનજીભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરચેલીયા, વાંક,બુટવાડા,વલવાડા,મહુવરીયા,હળદવા,ઉમરા,વહેવલ,અનાવલ,કુમકોતર,વેલણપુર,ઘડોઈ,ગોપડા,ખરવાણ,વાછાવડ ના ગામોમાં આજરોજ મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે લાખો ના ખર્ચે નિર્માણ થનાર નવા પંચાયત ઘરોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.આ ખાતમુહૂર્ત ના પ્રવાસ દરમ્યાન મહુવા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાવિન નાયક,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન,સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ.પટેલ તાલુકા જિલ્લા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,કર્મચારી ગણ, આંગણવાડીની બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!