સણવલ્લામાં પાવરગ્રીડની લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી.

મહુવા તાલુકાના ગામોમાં પાવરગ્રીડ હાઈટેન્શન લાઈન નાખવા બાબતેની મિટિંગ શુક્રવારે બપોરે વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ખેડૂત સમાજના આગેવાનો તેમજ તાલુકાના ખેડૂતોની ઉપસ્થિતિમા ખરવાણ ગામે મળી હતી.જ્યાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પાવરગ્રીડ લાઈન નાખવાની કામગીરી અટકાવવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત ગુજરાત રાજ્ય ખેડૂત પ્રમુખ જયેશભાઈ, દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી રમેશભાઈ,સ્થાનિક આગેવાન પરિમલ પટેલ,કુંજન પટેલ તથા અન્ય સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સણવલ્લા ગામે જઈ પાવરગ્રીડની લાઈન નાખવાની ચાલતી કામગીરી અટકાવી હતી.ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો સણવલ્લા ગમે ખડકી દેવામાં આવ્યો
હતો.જેને લઈ કામગીરી અટકાવવા ગયેલ ખેડૂત સમાજના આગેવાનો અને ખેડૂતો સાથે પોલીસનુ ભારે ઘર્ષણ થયુ હતુ. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સાથે ધક્કામુક્કી થતા વાતાવરણ ભારે ગરમાયુ હતુ.બે થી ત્રણ કલાકના ભારે ઘર્ષણ બાદ મામલો થાડે પડયો હતો.ત્યારબાદ ખેડૂતો અને ખેડૂત સમાજના આગેવાનો ભેગા થઈ મહુવા પોલીસ મથકે આવ્યા હતા જ્યાં બારડોલી ડીવાયએસપી સાથે કલાકની ચર્ચા કર્યા બાદ પણ સુખદ નિરાકરણ ન આવતા ખેડૂતોમા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.


