Traffic Tail

PC & PNDT એક્ટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

SHARE:

PC & PNDT એક્ટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્‍વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં ૧૫ નવી અને ૨૪ રિન્યુઅલની અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્‍ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, ડો.વર્ષા ઠક્કર, ડો.સુમેયા મુલ્લા, ડો.ધ્વનિબેન દેસાઈ તેમજ PNDT સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!