Traffic Tail

મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા

SHARE:

રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો વસરાઈ
 
મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરી ઔષધીય ગુણો સાથે લાડુ, ચોકલેટ, સાબુની બનાવટો મેળાની આદિવાસી અસ્મિતા
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો લોકલ ફોર વોકલ, સ્વદેશી અપનાવોનું સૂત્ર ખૂબ જ સાર્થક નીવડી રહ્યું છે. વિવિધ દેશી બનાવટોની વસ્તુઓના વેચાણ થકી આદિવાસીઓ માટે રોજગારીનો અવસર મળ્યો છે. ખાસ કરીને મહુડાના ફૂલોનેની મૂલ્યવર્ધિત બનાવટોએ આદિવાસી અસ્મિતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આયુર્વેદમાં મહુવાના ઝાડ અને તેના ફૂલ આરોગ્યની દ્રષ્ટિએ અકસીર ગણાય છે. મહારાષ્ટ્ર પૂનાના રહેવાસી ભાવના ઇલપાચીએ મહુડાના ફૂલોને મૂલ્યવર્ધન કરીને વિવિધ બનાવટો બનાવી રોજગારી મેળવી રહ્યા છે.
તેઓ કહે છે કે, મહુડાના ફૂલનું મૂલ્યવર્ધિત તેલ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે કમરદર્દ, ઘૂંટણના દુખાવામાં, સ્ત્રીઓને માસિક ધર્મ મુશ્કેલી દૂર કરે છે. મહારાષ્ટ્રમાં બધા સ્થળે મળે છે. મહુડાના ફૂલોના લાડુ, ચોકલેટ સ્વાદની સાથે આરોગ્યવર્ધક છે. મહુડાના ફૂલનો સાબુ એક નવી આદિવાસી ઓળખ છે.
એલએલબીમાં અભ્યાસ કરતી ભાવના ઇલપાચી જણાવે છે કે, અન્ય આદિવાસી યુવકો, યુવતીઓને મહુડાના ફૂલોની મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવા તાલીમ આપે છે. મહુડો આદિવાસીઓની કસ્તૂરી ગણાય છે. મહુડાના બીનું તેલ ખાવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. પણ હવે મહુડાની સંખ્યા ઘટી રહી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!