Traffic Tail

કાળમુખી ટ્રક સ્કૂલે જતી વિધાર્થીની ને ભરખી ગઈ સુરતના અંબિકામાં હ્દય કંપાવતી ઘટના.

SHARE:

કાળમુખી ટ્રક સ્કૂલે જતી વિધાર્થીની ને ભરખી ગઈ સુરતના અંબિકામાં હ્દય કંપાવતી ઘટના.

 

સુરત,મહુવા:-તાપી જિલ્લા ના ડોલવણ તાલુકા ના બહેડા રાયપુર ગામે પોતાના પરિવારજનો સાથે રહેતી અને ધો.૧૧ માં અભ્યાસ કરતી રિયા ધર્મેશ પટેલ નામની ૧૬ વર્ષીય સગીરા આજે સવારે પોતાના નિત્યક્રમ મુજબ ઘરેથી એક્ટિવા મોપેડ નં. જીજે ૨૬ એજે ૬૬૯૪ હંકારી મહુવાના વલવાડા ખાતે આવેલ ધનગૌરી હાઈસ્કૂલ માં અભ્યાસ માટે જઈ રહી હતી. સવારે ૧૦ વાગ્યા ના સમય આસપાસ પોતાના માર્ગ માં ધામખડી ગામની સીમ માં બહેડા રાયપુર રોડ ઉપર આવેલ ઇંટ ના ભઠ્ઠા પાસે થી પસાર થતા સમયે અચાનક પાછળ થી પુરઝડપે આવેલી એક ટ્રક નં. જીજે ૧૯ વાય ૬૫૯૧ ના ચાલકે ગફલતભરી રીતે હંકારી એક્ટિવા સવાર વિધાર્થીની ને ટક્કર મારતા સગીરા રસ્તા ઉપર પટકાઈ હતી. ટ્રક ચાલકે ટ્રક નું વ્હીલ ચડાવી દેતા સગીરા વિધાર્થીની રિયા પટેલ નું ચગદાઈ ને મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાના વાહન સાથે ભાગી છૂટ્યો હતો. અકસ્માત ની જાણ થતા મૃતક વિધાર્થીની ના પિતાએ મહુવા પોલીસ ને જાણ કરતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી માહિતી મુજબ પોલીસે ટ્રક ચાલક ને શોધી તેની પૂછપરછ શરૂ કરી તેની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!