કરચેલીયા ગામે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ: ફ્રીઝ-લાકડાનું સામાન ખાખ, મોટી હોનારત ટળી.

SHARE:

કરચેલીયા ગામે ઘરમાં શોર્ટ સર્કિટથી આગ: ફ્રીઝ-લાકડાનું સામાન ખાખ, મોટી હોનારત ટળી

સુરત,મહુવા:-મહુવા તાલુકાના કરચેલીયા ગામે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, કરચેલીયા કોળીવાડ ખાતે રમેશભાઈ ગોપાલભાઈ પટેલના મકાનમાં જગદીશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ઘટનાસમયે પરિવારના તમામ સભ્યો گھરની બહાર હતા, તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં ઘરમાં આગ ભભૂકી ઊઠી હતી.

આગનો ધુમાડો ઊઠતા જ પાડોશીઓ દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આગ વધી જતાં મહુવા સુગર ફેક્ટરીના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

આ બનાવમાં ઘરમાં ચાલુ ફ્રીઝ તેમજ લાકડાના અન્ય ઘરગથ્થુ સામાન બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આગ સમયે કોઈ પણ પરિવારનો સભ્ય ઘરમાં ન હોવાથી મોટી જાનહાનિ કે ગંભીર હોનારત થતી ટળી હતી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચકચાર ફેલાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!