ઓલપાડ- સાયણ વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની ટોબેકો વિરોધી ઝુંબેશ:

SHARE:

ઓલપાડ- સાયણ વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની ટોબેકો વિરોધી ઝુંબેશ:
 
દુકાનદારો પાસેથી રૂા.૧૬૩૦નો દંડ વસુલાયોઃ


ડિસ્ટ્રીક્ટ ટોબેકો ક્ન્ટ્રોલ સેલ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સાયણ ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓ પાસેથી સ્થળ પર રૂા.૧૬૩૦ જેટલા દંડની વસુલાત કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતાના સુચન મુજબ, એપેડેમીક વિભાગના ડો.પરેશ સુરતી, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના કીર્તીરાજ સોલંકી ડીસ્ટ્રીક્ટ કાઉંસેલર તેમજ જીલ્લા સુપરવાઈઝર હસમુખભાઈ રાણા, ટોબેકો સોશ્યલ વર્કર મુકેશ શ્રીવાસ્તવ, આરોગ્ય ટીમ, તેમજ પોલિસ વિભાગના સહકારથી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સમજ તથા ગેરકાયદેસર વેચાણ કરનારાઓ અને જાહેરમાં ધૂમ્રપાન કરનારાઓ પાસેથીનો દંડ વસુલાયો હતો. વધુમાં સાયણ પ્રાથમિક શાળામાં તમાકુથી થતા નુકશાન વિશે માહિતગાર કરીને બાળકોને તમાકુ ન ખાવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
આ સહિત સાયણ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ વેચાણ કરતા વિક્રેતાઓને તમાકુ ધારો -૨૦૦૩ ની કલમ -૬(બ) અંતર્ગત તમાકુ વેચાણ પર પ્રતિબંધ મુકવા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!