Traffic Tail

અંક્લેશ્વર હાંસોટ કદરામા રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી પર મેજર બ્રીજ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર પર પ્રતિબંધઃ

SHARE:

અંક્લેશ્વર હાંસોટ કદરામા રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી પર મેજર બ્રીજ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર પર પ્રતિબંધઃ

અંક્લેશ્વર હાંસોટ કદરામા રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી પર મેજર બ્રીજ આવેલો છે. આ બ્રીજ અંદાજે ૪૦ થી વધુ વર્ષથી વધુ સમયગાળો વીતી ગયો છે. જેથી આ બ્રીજના એડીટી ટેસ્ટના આધારે ભારે વાહનોની અવર જવર બંધ કરવી જરૂરી હોય જેથી સુરત જિલ્લાના ઈન્ચાર્જ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ડી.ડી. શાહે એક જાહેરનામા દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૫ થી તા.૧૬/૧૨/૨૦૨૫ સુધી અંક્લેશ્વર હાંસોટ કદરામા રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી ઉપર આવેલ મેજર બ્રીજ ઉપર આવતા જતા ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકયો છે. વૈકલ્પિક માર્ગ તરીકે અંક્લેશ્વરથી (NH-48) કીમ થઈ ઓલપાડ આવી જઈ શકશે. જયારે ઓલપાડથી કીમ થઈ અંક્લેશ્વર (NH-48) આવી જઈ શકશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!