Traffic Tail

મહુવાના લવ જેહાદ પ્રકરણમાં નિકાહ કરાવનાર મૌલવી નહિ હાફિઝ નીકળ્યો

SHARE:

મહુવાના લવ જેહાદ પ્રકરણમાં નિકાહ કરાવનાર મૌલવી નહિ હાફિઝ નીકળ્યો

 

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા નજીક ના એક ગામ માં માતા અને ભાઈ સાથે રહેતી અને આજથી 9 વર્ષ પહેલા માત્ર 16 વર્ષ ની ઉંમરની સગીરા ને પોતે હિન્દુ હોવાનું ખોટું નામ આપી ફયાઝ શેખ નામના યુવકે પ્રેમજાળ માં ફસાવી હતી.સતત 9 વર્ષ સુધી શરીર સંબંધ બાંધી યુવતી ને ભોગવતો રહેલા હવસખોર ફયાઝે તાજેતર માં એક દિવસ યુવતી સાથે દેહસુખ માણી તેની સાથેના સંબંધ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પોલીસ તપાસ દરમ્યાન જે તે સમયે યુવતી ની લગ્ન કરવાની માંગ થતા ફયાઝે યુવતીને હોન્ડા સિટી કાર માં સરભોણ લઈ જઈ એક દાઢીવાળા કહેવાતા મૌલવી દ્વારા કાર મા જ નિકાહ કરાવ્યા હતા. યુવતી સાથે અવારનવાર દેહ સબંધ બાંધી છેવટે તેને તરછોડતા મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો.
લવ જેહાદ જેવી ઘટના ની ગંભીરતા સાથે કાનૂની રાહે તપાસ બારડોલી ના વિભાગીય ડીવાયએસપી એચ એલ રાઠોડ ને સોંપાય હતી.પોલીસે તાત્કાલિક રાઉન્ડ અપ કરી ફયાઝ ની ધરપકડ કરી તેના બે દિવસ ના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા.રિમાન્ડ દરમ્યાન પોલીસ ની પૂછપરછ માં નિકાહ ની તપાસ કરતા પોલીસે વેસ્મા ખાતે રહેતા મોહમદ ઉઝેર અબ્દુલ રઇસ શેખ ની અટકાયત કરી હતી. મૌલવી ના સ્વાંગ માં કાર માં નિકાહ કરાવનાર મોહમ્મદ હકીકતમાં મૌલવી નહીં પરંતુ હાફેશજી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે તેની સાથે મહુવા ખાતે રહેતા સરફરાઝ નામના ફયાઝ ના મિત્ર દ્વારા ખોટા નિકાહ માં મદદગારી કરી નકલી મૌલવી ની ગોઠવણ કરતા તેની પણ ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાક્રમ માં ઉપયોગ માં લેવાયેલી એક હોન્ડા સિટી કાર, એક મોટરસાયકલ અને એક મોપેડ મળી કુલ 3 વાહનો પણ કબજે કર્યા હતા. સમગ્ર ચકચારી પ્રકરણમાં હજી વધુ ખુલાસા થવાની સંભાવના જણાઈ છે.

બોક્સ :————–

રિમાન્ડ મેળવી પોલીસે તપાસ આરોપીના ગુનાહિત ઈરાદાની સાથે તેના નાણાકીય સ્ત્રોત પર કેન્દ્રિત કરી છે. સાથે સાથે પોલીસે ગુરુવારે આરોપી ફયાઝ શેખના હાથે દોરડું બાંધી સાથે રાખી સમગ્ર ઘટનાનુ રી કન્સ્ટ્રકશન કર્યુ હતુ. ગર્ભવતી સગીરાને ગર્ભપાત કરાવવા ક્યાંથી દવા લીધી એ જાણવા પોલીસ દોરડા બાંધી બે હાથ જોડી મેડિકલ પર લઈ ગયા હતા પરંતુ મેડિકલ બંધ હતુ.

બોકસ :———-

પોલીસ તપાસ દરમિયાન મોલવીની અટક કરી પૂછતાછ કરતા તે મોલવી નહિ પરંતુ હાફેશજી હોવાનુ બહાર આવ્યુ છે.આગળની તપાસમાં ફયાઝ શેખ ગર્ભપાત કરાવવા માટે દવા ક્યાંથી લાવ્યો તે તપાસ હાથ ધરી છે.પોલીસે બનાવટી નિકાહ જે ગાડીમાં થયા હતા તે ગાડી અને બે મોટરસાયકલ કબ્જે લીધી છે.મોલવી જે બન્યો હતો તેનુ રી-કન્સ્ટ્રકશન કરવામાં આવશે.
– એચ.એલ.રાઠોડ (ડીવાયએસપી, બારડોલી)

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!