Traffic Tail

સુરત શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે જરૂરી પ્રતિબંધો ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું:

SHARE:

સુરત શહેરમાં મકરસંક્રાંતિ નિમિત્તે જરૂરી પ્રતિબંધો ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું:
શહેરમાં આગામી મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને ધ્યાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગલૌતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરની હદના વિસ્તારમાં કોઇપણ વ્યકિત/સંસ્થા કે કંપની ‘સ્કાય લેન્ટર્ન’(ચાઇનીઝ તુક્કલ) તથા તુકકલ/પતંગ ઉડાડવા, નાયલોન અથવા સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી, નુકશાનકારક પદાર્થ ચઢાવી તૈયાર કરાતી દોરીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે વપરાશ કરવા પર કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા માટે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી/ચાઇનીઝ તુક્કલ વેચવા, સેન્થટીક માંઝા/નાયલોન દોરી/ચાઇનીઝ તુક્કલની ખરીદી, આયાત, વેચાણ, કબજા કે સંગ્રહ કરવા પર, કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેરમાર્ગ રસ્તા/ફુટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા, જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા, લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા ઉપર તેમજ સવારે ૬ થી ૮ વાગ્યાના સમય દરમિયાન પતંગ ઉડાવવા તા.૪/૧૧/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!