મહુવામાં ભૂસ્તર વિભાગની રેડ : કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

SHARE:

મહુવામાં ભૂસ્તર વિભાગની રેડ : કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અનાવલ : સુરત ભૂસ્તરશાસ્ત્રીની કચેરીને મળેલી ફરિયાદના આધારે મહુવા ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પૂર્ણા નદીના કિનારેથી ગેરકાયદેસર રેતી ખનન માટે વપરાતો આશરે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભૂસ્તર વિભાગના છાપા માં જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 33 ડ્રમ, 1 રેતી ચાળવાનો ચારણો, 6 પાઈપ, 6 પાવડા, તગારા અને 2 એંગલનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ મિયાપૂર ગ્રામ પંચાયત ખાતે રાખવામાં આવ્યો છે. સ્થળ પર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલી સાદી રેતીના જથ્થાની પણ માપણી કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
તાલુકામાં ખનીજ ચોરી નું રેકેટ ચાલી રહ્યાં છે ત્યારે ભૂસ્તર વિભાગની આ આકસ્મિક તપાસથી ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!