સેવાસણ ગામે ત્રણ વર્ષની કદાવર દીપડી વન વિભાગના પાંજરે કેદ થઈ…..

SHARE:

મહુવા તાલુકાના સેવાસણ ગામે દીપડાને પકડવા વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં એક ત્રણ વર્ષની કદાવર દીપડી આબાદ રીતે ઝડપાઈ હતી.ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં પાંજરે પુરાયેલ દીપડીનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત,મહુવા:-પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના સેવાસણ ગામે છેલ્લા ઘણા દિવસથી રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં પરિવાર સાથે બિન્દાસ્ત ફરતા દીપડા નજરે પડતા ઉપરાંત પાલતુ મરઘા અને ફળિયામાં ફરતા કુતરાનો શિકાર કરવાના બનાવો વધતા ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો.દીપડાના આ વધી રહેલા આતંક અંગે સેવાસણ ગ્રામજનોએ મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરતા મહુવા વન વિભાગની ટીમ દ્વારા સેવાસણ ગામે મનહરભાઈ મોરારભાઈ હળપતિના ઘરની બાજુમાં પાંજરું ગોઠવી તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી.જે અંતર્ગત વહેલી સવારે એક ત્રણ વર્ષની કદાવર દીપડી પાંજરા નજીક આવી તેમાં મુકલે મારણ જોઈ લલચાઈ ગઈ હતી અને તે ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાઈ હતી.ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં પાંજરે પુરાયેલ દીપડીનો કબ્જો લીધો હતો.દીપડી પાંજરે પુરાતા મહુવા વન વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!