વહેવલ ગામે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોએ અતિ ગંભીર કુપોષિત બાળકોને ઘરે ઘર જઈને પોષણકીટ આપી.
સુરત-મહુવા : ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં”૭૫” માં જન્મદિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે મહુવાનાં વહેવલ ગામે સેવા પખવાડિયા ઉજવણી સંદર્ભ પોષણમાસ -2025ની ઉજવણી બાળકોનાં પ્રારંભિક
પોષણમાં “પુરુષોની સહભાગિતા” થીમ દ્વારા કરવામાં આવી હતી. વહેવલ ગામે ભારતીય જનતા પાર્ટીનાં શીર્ષ નેતૃત્વનાં માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકા પંચાયત, વહેવલનાં સદસ્ય વિક્રમભાઈ પટેલ, મહુવા તાલુકા ભા.જ.પા નાં સંગઠન મંત્રી હેમંત ચૌધરી, શ્રી વહેવલ દૂધ ઉત્પાદક મંડળી લિ.નાં નરોત્તમભાઈ પટેલ, હળદવા ગામનાં સામાજિક અગ્રણી જગદીશ આહિર તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્ર નંબર -૮, વહેવલ
( ખુંટી ફળિયું) નાં અતિગંભીર કુપોષિત બાળકોનાં ઘરે જઈને કાર્યકર્તાઓની ટીમે મુલાકત લઈને વાલીઓને સમજ આપવામાં આવી હતી ત્યારબાદ પોષણયુક્ત કીટ આપી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે.
સંવાદદાતા:-યોગેશ પટેલ.





