આસો માસમાં માં અંબિકા નું રોદ્ર સ્વરૂપ..

SHARE:

આસો માસમાં માં અંબિકા નું રોદ્ર સ્વરૂપ..

ડાંગ જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદના પગલે અંબિકા નદી બની ગાંડીતુર.

ડાંગ જિલ્લામાં ગતરાત્રી દરમ્યાન આફતના વાદળોએ ભારી તબાહી મચાવી દેતા મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું રોદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું.અંબિકા નદીમાં અચાનક પુરની સ્થિતિ સર્જતાં વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું.છતાં પણ બેદરકારીઓ જનતા સમક્ષ નજરે પડી રહી હતી.ઉમરા મધર ઇન્ડીયા ડેમ ઓવર ફ્લો થતાં અંબિકા નદીના પટના કિનારેની દુકાનોમાં કેટલાક માણસો અંદર હોવા છતાં મહુવા મામલતદાર સહિત તાલુકા પંચાયત ની ગાડીઓ ભારતમાતા પુલ ઉપર નજરે પડી હતી પરંતુ ફક્ત પુલ ઉપરથી નજર મારતા અધિકારીઓ ગાડી ના નીચે ઊતરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ના હતા.અંબિકા કિનારાની દુકાનોમાં લોકો અંદર અવર જવર કરતા નજરે પડ્યા હતા જ્યારે  કેટલી દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ હતી તો કેટલીક દુકાનો માં પાણી ફરી વળવાની તૈયારીમાં હતું.બીજી તરફ મહુવરીયા જંગલ વિસ્તારમાં નદી કિનારે વળાંકમાં ઉપરવાસમાંથી ઘર વખરી નો ફ્રીજ,પીપળા જેવા સામાનો તેમજ વિશાળ સંખ્યામાં લાકડાઓ તણાઈ આવેલ હોય ત્યારે ત્યાં પણ લોકો જીવના જોખમે ભારે વહેણ વચ્ચે પાણીમાં ઉતારતા નજરે પડ્યા હતા.ત્યારે આસોમાં આવેલ પુરે ભારે ડરામણા દ્રશ્યો સર્જ્યા હતાં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!