Traffic Tail

બામણિયા ગામે હથિયાર સાથે છ સાત ઈસમો સાથે ઘરમાં ધુસ્યા પછી કંઈક આવું થયું ને પોલીસે આખી રાત……

SHARE:

બામણિયા ગામે હથિયાર સાથે છ સાત ઈસમો સાથે ઘરમાં ધુસ્યા પછી કંઈક આવું થયું ને પોલીસે આખી રાત……

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બામણિયા ગામે નવા ફળિયામા રહેતા અજીતભાઈ ઈશ્વરભાઈ પટેલ ગામમાં દુકાન ચલાવવાની સાથે સાથે ખેતીનો વ્યવસાય પણ કરે છે.તેમની સાથે તેમના ઘરે જ તેમના બે જમાઈ સાગરભાઈ કિરણભાઈ પટેલ અને પરેશભાઈ વિનોદભાઈ નાયકા ઘર જમાઈ તરીકે રહે છે. તા-22/09/2025ને સોમવારે રાત્રે અજીતભાઈ પટેલ તેમની દુકાને સુવા માટે ગયા હતા જ્યારે તેમની દીકરી અને જમાઈ ઘરે જ સુતા હતા તે દરમિયાન રાત્રીના 1 વાગ્યાના અરસામા ઘરની પાછળના ખુલ્લા દરવાજામાંથી છ થી સાંત ઈસમો કુહાડી અને લાકડી જેવા હથિયાર લઈ લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા.રાત્રી દરમિયાન ઘરમાં કબાટો તૂટવાનો અવાજ આવતા સાગરભાઈની સાળી જાગી ગઈ હતી.અને ચોર ચોર બુમ પાડતા ઘરમાં સુતેલા અન્ય સભ્યો જાગી ગયા હતા.અને પરેશભાઈ નાયકા ત્યાં આવતા એક ધાડપાડુએ તેમના માથામાં અને કમરના ભાગે કુહાડીના ફટકા મારતા તેમને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.ઘરમાં ઘુસેલ લૂંટારુઓએ ઘરમાં મુકેલ વિવિધ પાંચ કબાટો તોડી તેમાં મુકેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.આ દરમ્યાન સાગરભાઈ પટેલ ત્યાં પહોચતા તેમને પણ લૂંટારુએ પગમાં કુહાડી ઊંધી કરી મારી દીધી હતી.અને બંસીબેન પટેલના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો.
ત્યારબાદ આ લૂંટારુંઓએ પરિવારના તમામ સભ્યોને ધમકી આપતા હિન્દી ભાષામાં જણાવ્યું હતું કે તુમ્હારે પાસ જો ભી પૈસા હૈ વો દેદો નહીતો જાન સે માર દેંગે.જોકે લૂંટારુઓથી ગભરાયેલા પરિવારના સભ્યોએ હિંમત કરી જોરશોર થી બૂમાબૂમ કરતા આસપાસ ના રહીશો દોડી આવતા લૂંટારુઓ ઘરના પાછળ ના દરવાજે થી ભાગી છૂટ્યા હતા.લૂંટારુંઓના ગયા બાદ પરિવારના સભ્યોએ ઘરના કબાટો માં તપાસ કરતા કબાટમાંથી 2 ગ્રામની સોનાની બુટ્ટી ની જોડી, સોનાની 4 જડ તથા ડ્રોવરમાં મુકેલ રોકડ રૂપિયા 5 હજાર અને એક મોબાઇલ મળી કુલ્લે 24,000 રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા.ઘટના અંગે પરિવારના સભ્યોએ મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી ઘર જમાઈની ફરિયાદ આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!