મિલેટ્સનું આંતરાષ્ટ્રીય વર્ષ-૨૦૨૩
૧૧મી ઓક્ટોમ્બરે ખેતીવાડી વિભાગ અને એ.પી.એમ.સીના સંયુક્ત ઉપક્રમે કૃષિબજાર(એપીએમસી) ખાતે કૃષિ મેળો અને પ્રદર્શન સ્ટોલ યોજાશે
યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ-2023ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ International year of Millets,IYOM-23 તરીકે ઉજવવા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન હેઠળ International year of Millets યોજના અંતર્ગત સુરત ખેતીવાડી વિભાગ અને એપીએમસી સુરતના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ સવારે ૯:૩૦ વાગે સહારા દરવાજા, રીંગરોડ સ્થિત એપીએમસી. કૃષિબજાર ખાતે કૃષિ મેળો અને પ્રદર્શન સ્ટોલ યોજાશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, સંયુક્ત ખેતી નિયામક(વ)શ્રી કે.વી.પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તૃપ્તિબેન પટેલ, ધી સુરત ડિસ્ટ્રિક કો-ઓ.બેંકના પ્રમુખશ્રી બળવંતભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી સુનિલભાઇ પટેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેનશ્રી હર્ષદભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વશ્રીઓ નિલેશભાઇ તડવી, જયશ્રીબેન રાઠોડ, અશોકભાઇ રાઠોડ ઉપસ્થિત રહેશે.


