Traffic Tail

મહુવા સ્થિત અસ્મિતા ભવન,બ્રાહ્મણ ફળિયું ખાતે કૃષિ મેળો અને પ્રદર્શન સ્ટોલ યોજાશે.

SHARE:

મિલેટ્સનું આંતરાષ્ટ્રીય વર્ષ-૨૦૨૩

મહુવા ખાતે તા.૭મી ઓક્ટોમ્બરે ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ મેળો અને પ્રદર્શન સ્ટોલ યોજાશે
યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ International year of Millets,IYOM-23 તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન હેઠળ International year of Millets યોજના અંતર્ગત સુરત ખેતીવાડી વિભાગ દ્વારા તા.૭મી ઓક્ટોમ્બરના રોજ સવારે ૯:૦૦ વાગે મહુવા સ્થિત અસ્મિતા ભવન,બ્રાહ્મણ ફળિયું ખાતે કૃષિ મેળો અને પ્રદર્શન સ્ટોલ યોજાશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહભાઇ ઢોડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ,કૃષિભવન ગાંધીનગર(ગુ.રા)ના ખેતી નિયામકશ્રી એસ.જે.સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, સંયુક્ત ખેતી નિયામકશ્રી કે.વી.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી શીલાબેન પટેલ,સમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વશ્રીઓ રાકેશભાઇ પટેલ, રીટાબેન પટેલ, જીનેશભાઇ ભાવસાર, સંગીતાબેન આહિર ઉપસ્થિત રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!