ડુંગરી ગામે મોટર સાયકલ સ્લીપ થતા એકનું સારવાર દરમ્યાન મોત.
સુરત, મહુવા:-બારડોલી તાલુકાના વઢવાણીયા ગામે ચૌધરી ફળિયામાં રહેતો 26 વર્ષીય આકાશ જયંતિ ચૌધરી પોતાની ડયુક મોટર સાયકલ નંબર GJ-19-BN-0587 ઉપર સવાર થઈ મહુવા તાલુકાના ડુંગરી, સુપડી ફળિયા, કાંકરાપાર કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. આકાશ ચૌધરીએ પોતાના કબ્જાની મોટર સાયકલ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા મોટર સાયકલ રોડ ઉપર સ્લીપ થઈ હતી. યુવાન રોડ ઉપર પટકાતા તેને શરીરે, માથા તેમજ હાથે અને પગના ભાગે ગંભીર ઇજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા મહુવા પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






