Traffic Tail

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

SHARE:

ચોમાસું-૨૦૨૫

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૮ ટકા: સૌથી વધુ કચ્છ વિસ્તારમાં ૬૪ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૪ ટકા

ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે અંતર્ગત આજે સવારે ૬:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં ૮-૮ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં ૭ ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં ૪-૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વધુમાં, રાજ્યના ૮ તાલુકામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ, ૧૮ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૩૦ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ ૧૧૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૮ ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં ૬૪ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૪ ટકા જેટલો નોંધાયો છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!