Traffic Tail

તરકાણી પેટ્રોલપંપ પર રાત્રી દરમિયાન લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ

SHARE:

તરકાણી પેટ્રોલપંપ પર રાત્રી દરમિયાન લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ

મહુવા તાલુકાના તરકાણી ગામે આવેલ પેટ્રોલપંપ પર રાત્રીના 3.30 વાગ્યાના અરસામાં એક કદાવર દીપડો આવી ચઢ્યો હતો.દીપડાને પંપ પર કોઈ નજરે ન પડતા સ્ટેટ હાઈવે તરફ પલાયન થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર આવેલ પેટ્રોલપંપ પર ગુરુવાર રાત્રીના 3.30 વાગ્યાના અરસામાં પાછળથી છલાંગ મારી એક કદાવર દીપડો આવી ચઢ્યો હતો.આ કદાવર દીપડો ફરતો ફરતો પેટ્રોલપંપની નોઝલ નજીક ગયો હતો પરંતુ તેને કોઈ નજરે ન પડતા શિકાર ની શોધમાં સ્ટેટ હાઈવે તરફ પલાયન થઈ ગયો હતો.તરકાણી પેટ્રોલપંપ પર દીપડો દેખાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા અને સાથે સાથે સજાગ પણ થઈ ગયા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!