Traffic Tail

પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ અને મરઘાંનું મારણ મુકાયું અને જેવો દીપડો અંદર ગયો……

SHARE:

પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ અને મરઘાંનું મારણ મુકાયું અને જેવો દીપડો અંદર ગયો……

ગોપળા ગામે ખુંખાર દીપડો મરઘીનું મારણ ખાવા જતાં પાંજરે કેદ.

મહુવા તાલુકો દીપડાનું અભયારણ્ય બની ચુક્યો છે ત્યારે ગામે જ નહીં પરંતુ ફળિયે ફળિયે દીપડાઓ નજરે પડી રહ્યા હતા છેલ્લા કેટલાક સમયથી ગોપળા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકો રાત પડતા  જ ઘરની બહાર નીકળવાથી ડરી રહ્યા હતા.પરંતુ વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું ગ્રામજનોએ દીપડાને પણ ચકમો આપવા પાંજરાના ફરતે જંગલ જેવું બનાવી દીધું હતું અને પાંજરામાં મરઘાં નું મારણ મુકવામાં આવ્યું હતું.મરઘાં નું મારણ ખાવાની લાલચમાં ગોપળા ગામે મંદિર ફળિયામાં મહેશભાઈ ગોસાઈ ભાઈ પટેલ ના ઘર નજીક પાંજરામાં દીપડો આબાદ કેદ થઈ જવા પામ્યો હતો.દીપડો પાંજરે પુરાયાની વાત ની જાણ થતાં જ સ્થાનિકો રાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં દીપડા ને કેદ થયેલો જોવા પહોંચી ગયા હતા વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ની ટીમે ઘટના સ્થળે પહોંચી દીપડાનો કબજો મેળવી લીધો હતો અને હવેથી દીપડાને અન્ય જંગલમાં છોડવામાં આવશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!