Traffic Tail

મહુવા તાલુકાની કરચેલિયા સેવા સહકારી મંડળી ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષતામાં ખરીફ પાક નિદર્શન કીટ વિતરણ તથા ખેડૂત શિબિર યોજાઈ

SHARE:

મહુવા તાલુકાની કરચેલિયા સેવા સહકારી મંડળી ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષતામાં ખરીફ પાક નિદર્શન કીટ વિતરણ તથા ખેડૂત શિબિર યોજાઈ

ધારાસભ્યના હસ્તે ૨૬૮ લાભાર્થીઓને ડાંગર અને તુવેર પાક નિદર્શન કીટનું વિતરણ કરાયું


રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ ખેતીવાડી વિભાગ અને ગુજકોમાસોલના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષસ્થાને મહુવા તાલુકાની કરચેલિયા સેવા સહકારી મંડળી ખાતે હરીફ પાક નિદર્શન કીટ વિતરણ તથા ખેડૂત શિબિર યોજાઈ હતી. નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન અને NFSM (Oil seed) યોજના અંતર્ગત ધારાસભ્યના હસ્તે ૨૬૮ ખેડુત લાભાર્થીઓને ડાંગર અને તુવેર નિદર્શન કીટ, દવા, ખાતર તથા બિયારણનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વર્તમાન વર્ષે કૃષિ વિભાગની નવીન આઈ ખેડુત પોર્ટલની ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિ બાબતે લાભાર્થી ખેડૂતો બહેનોને અવગત કરવામાં આવ્યા હતા. તેમણે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. નવી કૃષિ તકનીકોનો ઉપયોગ કરવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કરાતા સતત પ્રોત્સાહનની વાત કરી હતી. સાથે જ ખેડૂતોને આઈ પોર્ટલનો ઉપયોગ વધારી મહત્તમ યોજનાનો લાભ લેવાની હિમાયત કરી હતી.
વધુમાં ધારાસભ્યશ્રીએ કૃષિ માટે સળતાથી મળતા વીજ અને પીએમ કિસાન યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. ખેડૂતોને ખરીફ પાકોમાં આધુનિક ખેત ટેકનોલોજીના ફાયદા જણાવ્યા હતા. તેમજ ટકાઉ ખેતી માટે નેનો ફર્ટિલાઇઝરનો ઉપયોગ અને આધુનિક બિયારણ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે કૃષિ વિભાગના મદદનીશ ખેતી નિયામકશ્રી એ જે પટેલ, કરચલીયા મંડળીના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ, ડિરેક્ટરશ્રી અશ્વિનભાઈ, વિસ્તરણ અધિકારીશ્રી કિંજલબેન, ખેતીવાડી વિભાગના તમામ સ્ટાફ સહિત મહુવા તાલુકાના લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!