Traffic Tail

”સ્વચ્છતા એ જ સેવા” સૂત્રને મહુવા તાલુકાની કાછલ કોલેજના વિદ્યાથીઓએ સાર્થક કરી બતાવ્યું.

SHARE:

”સ્વચ્છતા એ જ સેવા” સૂત્રને મહુવા તાલુકાની કાછલ કોલેજના વિદ્યાથીઓએ સાર્થક કરી બતાવ્યું.

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલના એન.એસ.એસ. વિભાગ દ્વારા ‘સ્વચ્છતા એ જ સેવા’ થીમ પર તારીખ 22/09/2023 થી 29/09/2023 એમ અઠવાડિયું સફાઈ અભિયાનની ઝુંબેશ ચલાવી હતી. જેમાં તમામ સ્વ્યંસેવકોએ પહેલા પોતાના વર્ગખંડની ત્યારબાદ કોલેજના અંદરના કેમ્પસની, બહારના કેમ્પસની, બાગની, કોલેજની બહારના ભાગમાં, સામે આવેલી દુકાનો તરફ વગેરે જગ્યાઓએ સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે સૌ ‘સ્વયંસેવકોએ પોતાના ઘર, ગામ, કોલેજ અને અન્ય તમામ જાહેર અને ખાનગી સ્થળે ગંદગી નહીં કરીએ અને સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરવા અન્ય વ્યકિતઓને પણ સાંકળીશું’ એવી પ્રતિજ્ઞા પણ લીધી. આ ઉપરાંત કોલેજના આચાર્યશ્રી એવા ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમે પણ વિદ્યાથીઓને આ સેવાકાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.પદ્મા આર.તડવી, પ્રા.આશા આર. ઠાકોર અને કૉલેજના તમામ સ્ટાફગણના સહયોગ દ્વારા પૂર્ણ કરાયો હતો

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!