SC અને ST યુવક-યુવતીઓ માટે તાલુકા/જિલ્લા કક્ષાની યોગાસન અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે
શિબિરમાં જોડાવવા ઇચ્છતાં ઉમેદવારોએ તા.૨૫ જૂન સુધીમાં અરજી કરવી
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત દ્વારા અનુસૂચિત જાતિ (SC) તેમજ આદિજાતિ (ST) ના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકા/જિલ્લાકક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. જેમાં યુવાઓમાં નેતૃત્વ ગુણ અને કુશળતા તેમજ રચનાત્મક શક્તિ કેળવવાની સમજ અને માર્ગદર્શન તેમજ શારીરિક વિકાસ માટે યોગચાર્યો દ્વારા વિવિધ યોગાસનોની તાલીમ અપાશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છિત SC અને ST યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ,બહુમાળી ભવન, નાનપુરા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૨૫/૦૬/૨૦૨૫ સુધીમાં કચેરીને મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.






