દિવાળીના તહેવારને ધ્યાને લઈ હંગામી ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા માટે અરજદારોએ સંબંધિત પો.સ્ટે.માં અરજી કરવી
આગામી તા.૧૨/૧૧/૨૦૨૩ ના રોજ દિવાળીના તહેવારને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં (સુરત મહાનગર પાલિકાના માલિકીવાળા બુથો સિવાય) જે સ્થળે ફટાકડાનો હંગામી ધોરણે વ્યવસાય કરવા ઈચ્છતા અરજદારોને ફટાકડા લાયસન્સ મેળવવા અંગેના વિનામૂલ્યે અરજીફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત કરવામાં આવેલા પુરાવાઓ સાથે જમા કરવાના રહેશે. જે વેપારી/અરજદારોની અરજીઓ શરતોને આધિન હશે તેઓને લાયસન્સ શાખામાંથી હંગામી ફટાકડા વેચાણ કરવા માટેનું લાયસન્સ ઈશ્યુ કરવામાં આવશે. જેની નોંધ લેવા નાયબ પોલીસ કમિશનર(વિશેષ શાખા)શ્રીની યાદીમાં જણાવ્યું છે.


