Traffic Tail

ભાટીયા ટોલ નાકા પાસે બ્રીજની હેવી ગડર ચઢાવવાની કામગીરીને ધ્યાને લઈ બે દિવસ રાત્રીના સમય દરમિયાન ટ્રાફિક ડાઈવર્ટ કરાયો.

SHARE:

ભાટીયા ટોલ નાકા પાસે બ્રીજની હેવી ગડર ચઢાવવાની કામગીરીને ધ્યાને લઈ બે દિવસ રાત્રીના સમય દરમિયાન ટ્રાફિક ડાઈવર્ટ કરાયો.

વૈકલ્પિક રૂટ તરીકે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા અનુરોધઃ
સુરત શહેરના પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમરે પોલીસ કમિશ્નર હકુમત હેઠળના સુરત શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત સચીન-પલસાણા હાઇવે ઉપર આવેલ ભાટીયા ટોલ નાકા પાસે બ્રીજની હેવી ગડર ચઢાવવાની કામગીરી કરવાની હોવાથી તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ રાત્રીના ૧૧.૦૦ વાગ્યાથી તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ સવારના ૮.૦૦ વાગ્યા સુધી તથા તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ રાત્રીના ૧૧.૦૦ થી તા.૦૩/૧૦/૨૦૨૩ ના રોજ સવારના ૦૮.૦૦ વાગ્યા સુધી ટ્રાફીક સુચારૂ રીતે ચાલે અને ટ્રાફીકની કોઇ સમસ્યા ઉદભવે નહી જે હેતુસર તે વિસ્તારમાં નીચે જણાવ્યા મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન આપ્યું છે.

::* હુકમ ::*

(૧) ભાટીયા ટોલ નાકાથી ભાટીયા ચેક પોસ્ટ ઓવર બ્રીજ તરફ આવતા લાઇટ વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.
(૨) આલ્ફા હોટલ સચીન થી ભાટીયા ચેક પોસ્ટ તરફ જતા ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.
(૩) ભાટીયા ચેક પોસ્ટ થી ભાટીયા ટોલ નાકા તરફ આવતા તમામ પ્રકારનાં વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.

વૈકલ્પિક રૂટ તરીકે

(૧) સચીન પલસાણા ચોકડીથી પલસાણા હાઇવે તરફ જવા માટે આલ્ફા હોટલથી ડાબે એકલેરા ગામ તરફ કેનાલ રોડ થઇ બોળંદ ચોકડીથી જમણે ટર્ન લઇ વકતાણા ગામ થઇ ભાટીયા ચેક પોસ્ટ થઇ ડાબે ટર્ન લઇ પલસાણા તરફના રોડ ઉપર ભારે વાહનો જઇ શકશે.

(૨) ભાટીયા ચેક પોસ્ટથી સચીન પલસાણા ચોકડી તરફ જવા માટે ભાટીયા ચેક પોસ્ટથી ભાટીયા ઓવર બ્રીજ નીચેથી જમણે ટર્ન લઇ વકતાણા ગામ થઇ બોળંદ ગામ ચાર રસ્તાથી ડાબે ટર્ન લઇ આલ્ફા હોટલ તરફ ભારે વાહનો જઇ શકશે. જયારે અન્ય ભાટીયા ચેક પોસ્ટથી (સચીન-હજીરા તરફ જતા લાઇટ વાહનો માટે) ડાબે ટર્ન લઇ કછોલી ગામ થઇ લાજપોર ચોકડી થઇ સાતવલ્લા બ્રીજ તરફના રોડ ઉપર લાઇટ વાહનો જઇ શકશે.

::ઇમરજન્સી રૂટ::
(૧) સચીન તરફથી આવતા વાહનો સચીનથી મરોલી ચાર રસ્તા થઇ વેસ્મા તરફ જઇ શકશે. (૨) પલસાણા તરફથી આવતા વાહનો પલસાના થઇ ભાટીયા ચેક પોસ્ટ થઇ વકતાણા થઇ નેશનલ હાઇવે-૫૩ તરફ જઇ શકશે.
આ જાહેરનામા અનુસાર તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ રાત્રીના ૧૧.૦૦ થી તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ સવારના ૮.૦૦ વાગ્યા સુધી તથા તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ રાત્રીના ૧૧.૦૦ થી તા.૦૩જી ઓકટોમ્બર રોજ સવારનાં ૮.૦૦ સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાનું ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!