Traffic Tail

મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન

SHARE:

 મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન

કોંગ્રેસ ની આ યાત્રા 17 દિવસ સુધી તાલુકાના ગામોમાં ફરી અને જનસંપર્ક કર્યો

મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના બોરીયા ગામ ખાતે થી “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” ૧૭ દિવસ તાલુકાના છેવાડા ના લોકોને મળી તેમના પ્રશ્નો ને સાંભળ્યા હતા.
માજી કેદ્રીય મંત્રી અને ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, સુમુલ ડેરીના ડિરેકટર સિદ્ધાર્થ ભાઈ ચૌધરી,યુથ કોંગ્રેસ ના પ્રમુખ હર્ષલ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિતિ વચ્ચે આ યાત્રા તાલુકાના ગામેગામ ફરી હતી.
કોંગ્રેસી નેતો અને આ યાત્રાના આયોજક પ્રકાશભાઈ મેહતા,મંત્રી સતિષભાઈ પાંડે,,નયનભાઈ પાવાગઢી,વિપુલભાઈ પટેલ,ઈચ્છુંભાઈ પટેલ,છોટુભાઈ પટેલ, સંહિતાના આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે મળી હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજ ને થઈ રહેલ અન્યાય અને આદિવાસી સમાજની સમસ્યાઓ લઈ સમગ્ર તાલુકાના ગામે ગામ જઈ જનસંપર્ક કર્યો હતો. ૧૭ દિવસની યાત્રા બાદ અનાવલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની આ યાત્રાના આયોજક પ્રકાશભાઈ મહેતાએ મહુવા તાલુકા પંચાયત ના ટીડીઓ પર જ ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરતા તાલુકા પંચાયતના બે વર્ષમાં મહુવા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારની ભરમાર સર્જાઈ છે.ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો થઈ ચોર ને જ્ ચોરીની તપાસ સોંપાય એમ ભ્રષ્ટાચારની તપાસ પણ ભ્રષ્ટ ટીડીઓને જ સોંપવામાં આવી.ટકાવારી સિવાય મહુવા તાલુકા પંચાયતમાં વિકાસ ના કામો નહીં થાય.
હાલ તો મહુવા તાલુકા કોંગ્રેસ દ્વારા અન્યાય સામે આક્રમકતા થી કરેલ યાત્રા ને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!