સુરત જિલ્લાના ચોર્યાસી તાલકુામાં બે કલાકમાં ત્રણ ઈચ જેટલો વરસાદ વરસ્યો

SHARE:

સુરત જિલ્લાના ચોર્યાસી તાલકુામાં બે કલાકમાં ત્રણ ઈચ જેટલો વરસાદ વરસ્યો

સુરત સીટીમાં ૧૧ મી.મી. તથા અન્ય તાલુકાઓમાં છુટાછવાયા ઝાપટાઓ પડયા

સુરત જિલ્લામાં સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન ચોર્યાસી તાલુકામાં ૬૮ મી.મી. તથા સુરત સીટીમાં ૧૦ મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન ચોર્યાસીમાં ૭૩ મી.મી. સુરત સીટીમાં ૧૧ મી.મી.,ઓલપાડ તાલુકામાં ૭મી.મી. કામરેજમાં ૬ મિ.મી વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટાઓ પંડયા હતા. ઉકાઈ ડેમની સપાટી સાંજના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ૩૪૪.૦૬ ફુટ છે. ડેમમાં પાણીની આવક ૬૩૩૫૪ કયુસેક તથા જાવક ૬૩૩૫૪ કયુસેક નોધાય છે. રૂલ લેવલ ૩૪૫ ફુટ છે. ડેમનું લાઈવ સ્ટોરેજ ૬૫૬૨.૫૩ એમ.સી.એમ.(૯૭.૫૧ ટકા) છે. સીગણપોર કોઝવે ૭.૫૭ મીટરની સપાટીથી પાણી ઉપર વહી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!