Traffic Tail

“રાષ્ટ્રીય સેવા યોજના”કાછલ કોલેજની વિદ્યાર્થીની રંગોળી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ.

SHARE:

“રાષ્ટ્રીય સેવા યોજના”કાછલ કોલેજની વિદ્યાર્થીની રંગોળી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ.

    મહુવા તાલુકાની સરકારી વાણિજ્ય વિનયન અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે અભ્યાસ કરતી વિધાર્થીની એ રાજ્ય કક્ષાએ મહુવા તાલુકાનું નામ રોશન કર્યું છે.ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાએ “રાષ્ટ્રીય સેવા યોજના” દિવસની ઉજવણી નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર ખાતે જુદી જુદી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં સરકારી વિનયન,વાણિજય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં અભ્યાસ કરતી એસ.વાય.બી.એ.ની વિદ્યાર્થીની ચૌધરી ક્રિશ્ના જગદીશભાઈ રંગોળી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ હતી. તેમણે આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને પ્રદર્શિત કરીને સમગ્ર દક્ષિણ ગુજરાત અને આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ક્રિશ્ના ચૌધરીએ યુનિવર્સિટી કક્ષાએ ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ હતો. ત્યારે રાજ્યકક્ષાએ મહુવા તાલુકા તેમજ આદીવાસી સમાજ નું નામ રોશન કરતા કાછલ કૉલેજ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!