સુરત રેન્જ આઈ.જી વી ચંદ્રશેખર તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની સુચના મુજબ સુરત ગ્રામ્યમાં બાળ મજુરી કરાવી આર્થીક શોષણ કરાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે A.H.T.U. સેલ ના પી. આઇ. જે. એ. બારોટ તથા તેમની ટીમના માણસોને સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
જે સુચના અનુસંધામાં પોલીસ કરંજ કબ્રસ્તાન પાસે માંડવી તરફ જવાના રસ્તે ઝમ ઝમ કેટરર્સ બિરીયાની હોટલ ના માલીકે પોતાના હોટલમાં એક ૧૩ વર્ષ ના બાળ કિશોરને હોટલમાં મજુરી કામે રાખી તેની પાસે ૧૪ કલાક મજુરી કામ કરાવી તેને પુરતુ વેતન નહી આપી તેનુ શોષણ કરતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે AHTU ની ટીમ દ્વારા ઝમ-ઝમ બિરીયાની હોટલ માંથી એક બાળ કિશોર ઉ.વ ૧૩ રહે. હાજીપુર તા. કાપણી જી. અરવલ્લ બીહાર મળી આવેલ તેને રેસકયુ કરી વિ.આર.પોપાવાલા આશ્રમ કતારગામ સુરત ખાતે રાખવામાં આવ્યો છે તેમજ હોટલના સંચાલક સલામુદીન રુસ્તમઅલી શેખ ઉ.વ ૩૩ રહે. શૈફી નગર, અમ્માર એપાર્ટમેન્ટની સામે,ગોધરા રોડ દાહોદ તથા મુળ રહે. બહારેજ પોસ્ટ તા.કુવારી ધર્મનપુર ઉત્તર પ્રદેશના વિરુદ્ધમાં જીવેનાઈલ જસ્ટીસ એકટ તેમજ બાળ તરુણ ( પ઼તિબંધીત અને નિયમન) કાયદા મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી આરોપીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસ ને સોંપવામાં આવેલ હતી.






