Traffic Tail

મહુવા તાલુકાના કાછલ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

SHARE:

 મહુવા તાલુકાના કાછલ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજમાં સપ્તધારા અંતર્ગત તા ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૩ અને મંગળવારના રોજ ડો.સર્વપલ્લી રાધાક્રુષ્ણન્ જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૨૮ વિદ્યાર્થીઓ શિક્ષક તેમજ ૩ વિદ્યાર્થીઓ આચાર્ય બન્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન યાદવ ધરતી,પટેલ હર્ષ અને પટેલ આશિષ કે જેઓ આજરોજ પ્રિન્સિપાલ બન્યા હતા તેઓએ સુંદર અભિપ્રાય આપ્યા હતા. આ ઉપરાંત અન્ય શિક્ષકોમાં પટેલ ધ્રુવ અને પટેલ સાવન કુમારે પણ અભિપ્રાય રજૂ કર્યા હતા. ત્યારબાદ અધ્યક્ષીય વક્તવ્ય કોલેજના આચાર્ય શ્રી ડો.હેતલ એસ. ટંડેલ (GES-CLASS-I )મેડમે વિદ્યાર્થીઓને સુભાષીસ આપ્યા અને એક દિવસીય બનેલ તમામ વિદ્યાર્થી શિક્ષકોને શુભેચ્છા પાઠવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સુચારું સંચાલન સપ્તધારાના કોર્ડિનેટર ડૉ.ધ્વનિબેન દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!