Traffic Tail

મહુવા પોલીસ નો જુગાર ધામ પર છાપો જુગારી સહિત મુદ્દામાલ જપ્ત એક વોન્ટેડ..

SHARE:

મહુવા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન તેઓને મળેલી બાતમી સાથે જોળ ગામે આવેલા સાત ડેલા ફળિયા બહાર રેડ કરતા ચાર જુગારીઓને કુલ 97000 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. પોલીસને જોઈ નાસી છૂટેલા મુખ્ય સુત્રધાર ને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ચોક્કસ બાતમી સાથે પેટ્રોલિંગ પોલીસે જોળ ગામે રેડ કરતા સાંતડેલા ફળિયા બહાર રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ના અજવાળામાં ગોળ કુંડાળું કરી પાના પત્તાનો નાણાકીય હારજીત નો જુગાર રમતા અલ્તાફ નૂર મહંમદ શેખ રહે. પઠાણ ફળીયુ મહુવા, કેયુર રોહિત ભંડારી રહે. પટેલ ફળિયા બારડોલી, યોગેશ રવજી ધોડિયા પટેલ રહે. કોળીવાડ કરચેલીયા તથા કેતન અજીત પટેલ રહે. નિશાળ ફળિયુ વસરાઈ મળી કુલ ચાર ઈસમને રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના દાવના, તમામની અંગ જડતી દરમિયાન મળી આવેલા રોકડા, ત્રણ મોબાઈલ તથા એક એકટીવા મોપેડ મળી કુલ રૂપિયા 97100 મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસને જોઈ ભાગી છુટેલા મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર લાલુ નગીન ઓડ ને વોન્ટેડ જાહેર કરી પોલીસે જુગાર ધારા ની કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!