Traffic Tail

સુરત ગ્રામ્યમાં બાળ મજુરી કરાવી આર્થિક શોષણ કરાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

SHARE:

રેન્જ આઈજી શ્રી, વી ચંદ઼શેખર સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સા. નાઓની સુચના મુજબ સુરત ગામ્યમાં બાળ મજુરી કરાવી આર્થીક શોષણ કરાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહિ કરવા સારૂ A.H.T.U. સેલ ના પી. આઇ. શ્રી. જે. એ. બારોટ તથા તેમની ટીમના માણસોને સુચના આપવામાં આવેલ હતી.

જે સુચના આધારે તાપી બ઼િજ પાસે રાધે કૃષ્ણ કાઠીયાવાડી રેસ્ટોરન્ટ ના માલીકે પોતાના રેસ્ટોરન્ટ મા એક તેર વર્ષ ના બાળ કિશોર ને મજુરી કામે રાખી તેની પાસે ચૌદ કલાક મજુરી કામ કરાવી તેને પુરતુ વેતન નહી આપી તેનુ શોષણ કરતો હોવાની બાતમી આધારે AHTU ની ટીમ દ્વારા ઉપરોકત રેસ્ટોરન્ટ માથી એક બાળ કિશોર ઉ.વ તેર નો મળી આવેલ તેને રેસકયુ કરી વિ.આર.પોપાવાલા આશ્રમ કતારગામ સુરત ખાતે રાખવા મા આવેલ અને રેસ્ટોરન્ટ ના સંચાલક ભરત જેઠાભાઈ વારોતરીયા રહે. ઈ/301, લક્ષ્મી એપાર્ટમેન્ટ કામરેજ સુરતના વિરુદ્ધ મા જીવેનાઈલ જસ્ટીસ એકટ તેમજ બાળ તરુણ ( પ઼તિબંધીત અને નિયમન) કાયદા મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી આરોપી ને ડિટેઈન કરી આગળ ની કાર્યવાહી સારુ કામરેજ પોલીસ ને સોપવામા આવેલ હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!