નાસતા ફરતા આરોપી સકીલ એહમદ તથા સંજીવ ખરવરની વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કરવામાં આવ્યું છે.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર આઈ.પી.સી. ૪૨૦, ૩૪ અને આઈ.ટી.એકટ કલમો હેઠળ આરોપી સકીલ એહમદ ખલીલ એહમદ(રહે.મુંબઇ મહારાષ્ટ્ર) તથા સંજીવ સુમેર ખરવર (રહે. ઘર નં.૧, બંસગાવ પોસ્ટ ઉચહુવન, તા.મેનનગર, જિ.આઝમગઢ, ઉત્તર પ્રદેશ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે. જેથી તેમના વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરન્ટ મેળવવામાં આવ્યું છે તેમ મહિધરપુરા પો.સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.




