ગુજરાત મહેસુલ પંચ દ્વારા સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના અપીલ/રિવીઝન કેસોની સુનાવણી જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર- ૨૦૨૪ સુધી સુરતમાં હાથ ધરાશે
સુરત,તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના તમામ હિત સંબંધ ધરાવતા તમામ પક્ષકારોને ગુજરાત મહેસુલ પંચ સમક્ષ ચાલતા કેસો તેઓની સ્થાનિક સગવડતાઓ સચવાય તેવા આશયથી ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મામલતદાર અને કૃષિપંચ, નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટરના ચુકાદાઓ સામે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ દાખલ થયેલા રિવીઝન/અપીલ અરજીઓ અને પરચૂરણ અરજીઓની ન્યાયિક કાર્યવાહી આગામી જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર- ૨૦૨૪ દરમિયાન જાન્યુ. મહિનામાં તા.૧૮ થી ૧૯ જાન્યુ., ફેબ્રુ. મહિનામાં ૨૨ થી ૨૩ ફેબ્રુ., માર્ચ મહિનામાં ૨૧ થી ૨૨ માર્ચ, એપ્રિલ મહિનામાં ૨૫ થી ૨૬ એપ્રિલ, જુન મહિનામાં ૨૭ થી ૨૮ જુન, જુલાઈ મહિનામાં ૨૫ થી ૨૬ જુલાઈ, ઓગષ્ટ મહિનામાં ૨૯ થી ૩૦ ઓગ., સપ્ટે. મહિનામાં ૨૬ થી ૨૭ સપ્ટે., ઓક્ટો. મહિનામાં ૨૪ થી ૨૫ ઓક્ટો. નવે. મહિનામાં ૨૮ થી ૨૯ નવે., ડિસે. મહિનામાં ૨૬ થી ૨૭ ડિસે. ના રોજ ગુજરાત મેહસુલ પંચ, સુરત સિટિંગ, એ-બ્લોક, જિલ્લા સેવા સદન, ૧લો માળ, ગેટ નં-૩, પાછળનો ભાગ, અઠવાલાઇન્સ,સર્કિટ હાઉસ સામે, સુરત ખાતે સુનાવણી હાથ ધરાશે, જેની જાહેર, સંબંધિત પક્ષકારો/એડવોકેટોએ નોંધ લેવા ગુજરાત મહેસુલ પંચ-અમદાવાદના ઇ.ચા અધ્યક્ષ એમ.આર.કોઠારીની યાદીમાં જણાવાયું છે.




