તા.૮ ડિસે.ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુરત જિલ્લાના આઠ તાલુકાના ૧૬ ગામોમાં પરિભ્રમણ કરશે
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ
સુરત જિલ્લામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. ઠેર ઠેર સંકલ્પ યાત્રાના રથોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવતી કાલ તા.૮ ડિસેમ્બરના રોજ ૨૪મા દિવસે સુરત જિલ્લાના આઠ તાલુકાના ૧૬ ગામોમાં વિકસિત ભારત યાત્રાનો રથ પરિભ્રમણ કરશે. જેમાં ગ્રામજનોએ આરોગ્ય કેમ્પો, આધાર કાર્ડના સુધારા વધારા તથા અન્ય યોજનાઓના લાભો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉમરપાડા તાલુકાના ચારણી અને વેલાવી ગામે, ઓલપાડના ગોલા અને રાજનગર ગામે, કામરેજના કોસમાડી અને સીમાડી ગામે, પલસાણાના અંત્રોલી અને નિયોલ ગામે, બારડોલીના મોટી ભટલાવ અને કરચકા ગામે, મહુવાના કોદાદા અને ફૂલવાડી ગામે, માંડવી તાલુકાના પરવટ અને ખોડાંબા ગામે અને માંગરોળ તાલુકાના વાંસોલી અને કંટવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પરીભ્રમણ કરશે. જેમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. સાથે જ ગ્રામવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર નિર્મિત ફિલ્મ બતાવાશે.




