Traffic Tail

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી અંતર્ગત ખેડૂતો માટે ઉર્જા બચત અંગે વર્કશોપ યોજાયો

SHARE:

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ખાતે વિશ્વ જમીન દિવસની ઉજવણી અંતર્ગત ખેડૂતો માટે ઉર્જા બચત અંગે વર્કશોપ યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત ખાતે તા.૫મી ડિસે.- વિશ્વ જમીન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખેડૂતો માટે ઉર્જા બચત અંગે ‘એનર્જી કન્ઝર્વેશન અવેરનેસ વર્કશોપ ફોર ફાર્મર્સ’ પણ યોજાયો હતો.
કાર્યક્રમમાં વેસુ પો.સ્ટેશનના પી.આઈ.શ્રી આર.વાય.રાવલે સેન્દ્રીય ખેતી તથા જમીન જાળવણીનું મહત્વ સમજાવ્યું હતું. KVKના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. જે.એચ.રાઠોડે વિશ્વ જમીન દિવસનું મહત્વ તથા જમીનની ઉપયોગિતા, પ્રાકૃતિક ખેતીથી જમીનની તંદુરસ્તીની જાળવણીની સમજ આપી હતી.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા)ના પ્રોગ્રામ અન્વયે વિષય નિષ્ણાંતશ્રી આર.એમ.પંચાલ તથા શ્રી ડી.એન.શાહે ખેતીમાં ઉર્જા સંરક્ષણ, સ્ટાર રેટેડ પંપ સેટ, સોલાર એનર્જી, ડ્રીપ ઈરીગેશન, વોટર રિચાર્જ વિગેરે વિષયનુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી આપ્યું હતું. ડ્રોન ટેકનોલોજીની માહિતી ડો.રાઠોડ તથા શ્રી ગાંધીએ આપી હતી. ખેડૂતોને યુનિવર્સિટીની ટેકનોલોજી-નોવેલની બોટલનું વિતરણ કરાયું હતું. KVK વૈજ્ઞાનિક પ્રો.એસ.જે.ત્રિવેદીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!